અમારુ ધ્યેય
'આજ જ ભવિશ્યના જગત ને બદલવાનો દિવસ છે' આ વેબસાઇટ નો ઉદ્દેશ્ય, જે લોકો ગુજરાતની અવગણેલી આદિવસી પ્રજામા શિક્ષણ માટે મદદ કરવા ઇચ્છે છે તેમને એકત્રિત કરવાનો છે. આ વેબ્સાઇટ નો બીજો ઉદ્દેશ્ય ધોડિયા સમાજની ભવ્યતા બતાવવાનો છે. અમે ધોડિયા ભાષા, ઇતિહાસ, માન્યતા, સાન્સ્ક્રુતિક જિવનનો ઓનલાઇન દસ્તાવેજ બનાવ્યો છે.
સરકારની રિઝર્વેશન નીતિએ આપણા એક ભાગની ઉન્નતિ માટે મદદ કરી છે, તેની આપણે સાબિતી છીએ અને આપણે જે પણ તક આપણને કે આપણા માતા-પિતાને મળી, તેના આભારી છીએ. તેમ છતા અમે 'આપણે આપણા પગ ઉપર ઉભા થતા શિખવાનુ છે અને અન્યને તે જ કરવા મદદ કરવાની છે' વિચાર ને મહત્વ આપીએ છીએ. આ વેબસાઇટ વડે અમારો પ્રયત્ન લોકોને એકત્રિત કરવાનો છે જેથી આયોજિત કાર્ય થયી શકે અને લોકો તેમના માર્ગે સ્વનિર્ભર બની શકે. આદિવસીઓની નવી પેઢી જે સમાજના મુખ્યપ્રવાહમા પોતાની જાતે ઉભા રહી શકે છે તેમને તૈયાર કરવાનો છે. આપણે જ તે પેઢી છે જે મુખ્યપ્રવાહના અને આદિવસી સમાજના માનસિક વલણને બદલે છે
આપણને એકત્રિત થવાની જરૂર કેમ છે?
આદિવાસીઓની પેઢીઓ જંગલ ઉપર નભતી હતી. જંગલ મર્યાદિત હોવાથી, કેટલાક લોકો ખેતી તરફ વળ્યા. આજે મોટા ભાગની આદિવાસી અર્થવ્યવસ્થા ખેતી આધારીત છે, પણ વર્તમાન નવી કસોટીઓ સાથે આવે છે
ઉપરના કારણોએ આપણને વિચારવા માટે અને શિક્ષિતવર્ગને એક્ત્રિત થવા માટે અનિવાર્ય બનાવ્યા છે જેથી સામુહિક પ્રયત્નો સમાજની ઉન્નતિ માટે મદદ કરી શકે.
અમને તમારા ઉપર શું અપેક્ષાઓ છે?
તમે નીચેનામાથી એક કે અનેક કે બધુ જ કરી શકો છો
- તમે અમને વિવિધ કારકિર્દી વિકલ્પો, તેના માટે જરૂરી લાયકાત, સંસ્થાઓ જે આ કોર્સ ભણાવી રહી છે તે, તેના માતે કેવી રીતે તૈયારી કરવી તેમના વિશે માહિતી આપી શકો છો. તેને અમારી વેબસાઇટ ઉપર દર્શાવવામા આવશે.
- તમે આપણા વિદ્યાર્થીઓને સેમિનાર યોજીને કે વ્યક્તિગત ચર્ચા કરીને કારકિર્દી વિશે માર્ગદર્શન આપિ શકો છો. અમે તેના માટે કાર્યક્રમ ની જાહેર સુચના બહાર પાડી શકીએ છીએ, સ્થળની ગોઠવણી કરી આપી શકીએ છીએ.
- અમે તમારી કુશળતાનો ઉપયોગ પ્રત્યક્ષ તાલીમ માટે કરી શકીએ છીએ. અમે તેના માટે કાર્યક્રમ ની જાહેર સુચના બહાર પાડી શકીએ છીએ.
- તમે અમને આદિવસી વિદ્યર્થીઓનો આત્મ-વિશ્વાસ ઘડવા માતે તાલીમ-શિબિરના આયોજનમા મદદ કરી શકો છો.
- તમે તમારી સંસ્થામા થોડા સમય માટે તાલીમ આપિ શકો છો જેથી તેમને નોકરી મેળવવામા મદદ મળી શકે.